ખેરગામની ગૌરવમય સફળતા: U-14 ખેલમહાકુંભમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિજય યાત્રા.

 ખેરગામની ગૌરવમય સફળતા: U-14 ખેલમહાકુંભમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિજય યાત્રા.


આજ રોજ  તારીખ 22મી જાન્યુઆરી 2025નાં દિને નવસારી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી U-14 ખેલમહાકુંભ ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ અપૂર્વ પ્રદર્શન કર્યું અને ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળા, બહેજ ગામના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યુ.

રાહુલ મિનેષભાઈ કિલબલીએ ચક્રફેંકની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. તેનો આ  ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવો એક મોટી સિદ્ધિ છે.
આ ઉપરાંત, રોહન સતિષભાઈ પટેલએ 400મી. દોડમાં બીજું ક્રમ પ્રાપ્ત કર્યું. તેમના રમત પ્રત્યેના પ્રેમ દૃઢ નિશ્ચયથી આ મોટી સ્પર્ધામાં રણવિર બનીને દોડમાં ઉત્તમ પ્રદર્શન કર્યુ.

આ બંને વિદ્યાર્થીએ માત્ર પોતાને નહીં, પરંતુ બહેજ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકાને પણ ગૌરવમય બનાવ્યો છે. તેમની આ સિદ્ધિઓ યુવા પેઢી માટે એક પ્રેરણા બની રહી છે. આને કારણે, રમતગમતના પ્રસાર અને પ્રોત્સાહન માટે પણ એક નવા દૃષ્ટિકોણની શરૂઆત થઈ છે.


CREATE ARTIFICIAL INTELLIGENCE I IMAGE 

હવે પછી આ રમતવીરો રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.

 ખેરગામ બહેજ પ્રાથમિક શાળાના રમતવીરો  રાહુલ અને રોહનને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ અને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ પટેલ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ખેરગામ બી.આર.સી.વિજયભાઈ પટેલ સહિત નિપુણ બી.આર.પી. નિમિષાબેન આહીર, સી.આર.સી.ટીનાબેન, વૈશાલીબેન સહિત બી.આર.સી. ઓફિસ સ્ટાફ ભાવેશભાઈ વણકર, આશિષભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને બહેજ શાળાનાં આચાર્યશ્રી પ્રવિણભાઈ પટેલ સહિત શાળા પરીવારે ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની અને  રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી તાલુકાનું નામ રોશન કરે તે માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Post a Comment

0 Comments