જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં બહેજ શાળાનું શાનદાર પ્રદર્શન
નવસારી: જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બહેનોની U-14, અંડર-17, અને 17 વર્ષથી ઉપરની એથ્લેટિક્સ સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાની દીકરીઓએ અદભૂત પ્રદર્શન કરીને શાળા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
મિનાક્ષી કનુભાઈ માછી: 600 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.
નીધી નિલેશભાઈ માહલા: ચક્રફેંક સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ જીત્યો.
નીતિ સતિષભાઈ આહિર: ઊંચીકૂદમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ હાંસલ કર્યો.
આ તમામ વિજેતાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ચમકદાર તૈયારી સાથે આગળ વધશે.
દીકરીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ પરમાર સાહેબ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ,શાળાના શિક્ષકો અને એસ.એમ. સી. કમિટીએ તેમને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
0 Comments