ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળામાંમાં સી.આર.સી. કક્ષાની "નિપુણ ભારત" અંતર્ગત વાર્તા સ્પર્ધાનું સફળ આયોજન.

  ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળામાંમાં સી.આર.સી. કક્ષાની  "નિપુણ ભારત" અંતર્ગત વાર્તા સ્પર્ધાનું સફળ આયોજન.

તારીખ: 17 ડિસેમ્બર, 2024

બહેજ સી.આર.સી.માં આ વર્ષે પ્રથમવાર શાળાઓની ધોરણ 1 થી 8 માટે "નિપુણ ભારત" અંતર્ગત વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. શ્રી અલ્પેશભાઈ પટેલે આ પ્રસંગે હાજર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ભાવભીનું સ્વાગત કરી કાર્યક્રમ આગળ વધાર્યો હતો.

સ્પર્ધામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થયો:

ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ 1-2): રિતી ભાવિનભાઈ આહીર (ધોરણ-1, બહેજ પ્રાથમિક શાળા) પ્રથમ ક્રમાંકે રહી.

પ્રીપેરેટરી સ્ટેજ (ધોરણ 3-5): ભવ્યા વિપુલકુમાર પટેલ (ધોરણ-3, બહેજ પ્રાથમિક શાળા) પ્રથમ સ્થાને રહી હતી.

મિડલ સ્ટેજ (ધોરણ 6-8): રાજેશ્વરી રાજનભાઈ પટેલ (ધોરણ-8, ચીમનપાડા પ્રાથમિક શાળા) વિજેતા રહી.

શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમે નાનાથી લઈ મધ્યમ ધોરણના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જાત અભિવ્યક્તિ માટેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો.

શ્રી અલ્પેશભાઈ પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવતાં બાળકોના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા અને દરેક વિદ્યાર્થીઓને તેમની સક્રિય ભાગીદારી માટે પ્રશંસા કરી.

Post a Comment

0 Comments