Khergam: બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ઝળક્યા.

  

Khergam: બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ઝળક્યા.

બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં  Under-14 માં 600 મીટર દોડમાં અને લાંબી કૂદમાં  પ્રેઝી ધનસુખભાઈ આહિર પ્રથમ ક્રમાંક, ઉંચી કૂદમાં ઉર્વી પ્રવીણભાઈ પટેલ દ્વિતીય ક્રમાંક, ચક્ર ફેંકમાં નિધિ નિલેશભાઈ માહલા દ્વિતીય ક્રમાંક, અને 400 મીટર દોડમાં સલોની સુનીલભાઈ પટેલ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે under-11માં લાંબીકૂદ સ્પર્ધામાં ત્વેશા અજયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને under -9માં દર્પણ  હરીશભાઈ પટેલ ૩૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક અને બ્રોડ જમ્પમાં તૃતિય ક્રમાંક મેળવી, 

જ્યારે ‌પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ ૩૦‌ મીટર‌ દોડમાં તૃતીય ક્રમાંક મેળવી  શાળાને ગૌરવ અપાવ્યું છે.

પ્રેઝીને 600 મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ૧૦,૦૦૦ રૂપિયા, ઉર્વીને ઊંચી કૂદમાં દ્વિતીય ક્રમાંક મેળવવા બદલ ૩૦૦૦ રૂપિયા, નિધિને ચક્ર ફેંકમાં દ્વિતીય ક્રમાંક મેળવવા બદલ ૩૦૦૦ રૂપિયા , સલોનીને 400મીટર દોડમાં તૃતિય ક્રમાંક મેળવવા બદલ ૨૦૦૦ રૂપિયા, ત્વેશા પટેલને લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ૫૦૦૦ રૂપિયા, દર્પણ પટેલને ૩૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક અને બ્રોડ જમ્પમાં તૃતિય ક્રમાંક મેળવવા બદલ ૫૦૦૦ રૂપિયા, જ્યારે પ્રિતેશ પટેલને ૩૦‌ મીટર‌ દોડમાં તૃતીય ક્રમાંક મેળવવા બદલ ૨૦૦૦ રૂપિયા ઇનામનાં હકદાર બન્યા હતા. 

શાળાનાં આચાર્ય અલ્પેશભાઈ પટેલ, શાળાનાં શિક્ષક - કોચ પ્રવિણભાઈ પટેલ, ચંપકભાઈ પટેલ, શાળાનાં શિક્ષકો અને વિજેતા બાળાઓને બહેજનાં વતની તથા નવસારી જિલ્લા પંચાયત સદસ્યશ્રી / પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર અને બહેજનાં વતની તથા ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ રવાભાઈ પટેલે અભિનંદન સાથે સાથે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી છે.

 હવે પછી   પ્રેઝી, ઉર્વી, નીધી, ત્વેશા,દર્પણ  આ પાંચ ખેલાડીઓ  રાજય કક્ષાએ ભાગ લેવા માટે જશે.


Post a Comment

0 Comments