બહેજ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરની અધ્યક્ષતામાં 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

બહેજ પ્રાથમિક શાળામાં  જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરની અધ્યક્ષતામાં 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તા.11.08.23ના રોજ બહેજ પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ગામના સરપંચશ્રી શ્રીમતી ભાનુબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી રાજેશભાઈ પટેલ, ગામનાં આગેવાન શ્રી ગણેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીશ્રી, smcના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી. 


ત્યારબાદ વસુધાવન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..







Post a Comment

0 Comments